top meet
અમારા માસીક ન્યુઝલેટર મેળવવા તમારુ ઇ-મેઇલ એડ્રેસ એંટર કરો

આ વેબસાઇટ ને લગતા બીજા કોઇ પ્રશ્નો માટે
વેબમાસ્ટરને ઇ-મેઇલ કરો.

: સલાહસૂચક કડીઓ :

Dada Bhagwan
Dadashri.org

 

 

About Me

 
 

આપણા ભારતવર્ષની ઉત્તર દિશામાં 19,31,50,000 (ઓગણીસ કરોડ,એકત્રીસ લાખ,પચાસ હજાર) કિલોમીટરનાં અંતરે જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રની શરૂઆત થાય છે. તેમાં 32 વિજયો(ક્ષેત્રો) છે. આ વિજયોમાં આઠમી વિજય "પુષ્પકલાવતી" છે. તેનું પાટનગર પુંડરિકગિણી છે. આ નગરમાં ગત ચોવીસીના સત્તરમાં તીર્થંકર શ્રી કુથુન્નાથ ભગવાનનો શાશનકાળ તથા અઢારમા તિર્થપતિ શ્રી અહરનાથજીના જન્મ પૂર્વેનો સમય ઘણો સુંદર હતો. તે તથા પુંડરિકગિણીના રાજા શ્રી શ્રેયાંસ. તેઓશ્રી શૂરવીર, પ્રજાવત્સલ તથા ન્યાયપ્રિય હતાં. તેમની સત્યકી નામની સુંદર, સુશીલ અને પતિવ્રતા પત્ની હતી.

એક સમયે સત્યકી રાણીને રાત્રિના આર્ધજાગ્રતાવસ્થામાં ચૌદ મહાસ્વપ્નનાં દર્શન થયાં. રાણીએ પોતાને રાત્રિના આવેલ આ સ્વપ્નાઓની વાત પતિને કહી સંભળાવી. એ વાત સાંભળીને રાજાને ઘણી ખુશી થઈ. તેણે સ્વપ્નશાસ્ત્રીઓને ગણતરી કરીને કહ્યુ કે મહારાણી સત્યકીની કૂખે તીર્થંકર ભગવાનનો જન્મ થશે. આ વાત સાંભળીને રાજા હર્ષવિભોર બની ગયા.

યથા સમયે મહારાણી સત્યકીએ અદ્વિતીય રૂપ, લાવણ્યવાળા, સર્વાંગ સુંદર, સુવર્ણ ક્રાંતિવાળા તતા વૃષભના લાંછનવાળા પુત્રને જન્મ આપ્યો. (વીર સાવંતની ગણના મુજબ ચૈત્ર વદ10ની મધરાત્રિના) ભગવાનનો જન્મ થતાં દેવતાઓએ ભવ્ય ઉજવ્યો. આકાશમાં દંદુભિ વાગવા લાગ્યા અને નર્કગતિમાં પળવાર આનંદ છવાઈ ગયો. ઈન્દ્રનું સિંહાસન ડોલી ઉઠ્યું. સઘળાં દેવદેવીઓએ પોતાની સાથે લઈને ઈન્દ્રરાજા પુત્રના દર્શનાર્થે દોડી આવ્યા. ગર્ભ માથી જ ત્રણ જ્ઞાનના જ્ઞાતા એવા શ્રી જિનેન્દ્રનું નામ રાખવામા આવ્યું. શ્રી સીમંધર ભગવાનના પગલાં થતાંજ રાજા તથા પ્રજાની સમૃદ્ધિમાં આશ્ચર્યજનક કહી શકાય તેવી વૃદ્ધિ થવા લાગી.

બાળ જિનેશ્વર કે જે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન તથા અવધિજ્ઞાન સાથે જ જનમ્યા હતાં. તે લૌકિક લીલા કરતાં મોટા થઈ ગયાં. સ્નેહાળ મા-બાપે તેમને જે જે શિક્ષણ આપ્યુ, તેને તેમણે સારી રીતે ગ્રહણ કરી લીધું. આ રીતે યુવાવસ્થાએ પહોચતાં તેમનું દેહનામ પાંચસો ધનુષ્ય જેટલું થઈ ગયું. મહાવિદેહ ક્ષેત્રમાં તથા આપણા ક્ષેત્રમાં પણ ચોથા આરાનું દેહમાન સામામ્ય રીતે આટલું જ હોય છે. પોતાની સંપૂર્ણ અનિચ્છા હોવા છતાં મા-બાપ તથાં આપ્તજનોની તીવ્ર ઈચ્છા સમક્ષ નમતું જોખીને પ્રભુને પ્રભુતામાં પગલાં માંડવાની ફરજ પડી. રાજકુમારી રૂકિમણી પ્રભુના અર્ધાંગના બનવામાટે પરમ ભાગ્યશાળી બન્યા.

ભગવાનનું મહાભિનિષ્ક્રમણ

પોતાના ફાળે આવેલી ભૂમિકા ભજવતાં ભજવતાં ભગવાનના અંતરમાં તો આ એક જવિચાર ઘોળાય કરતો કે આ જગતને જન્મ , જરા તથા મરણના બંધનમાથી મુક્ત કરીને કેવી રીતે મોક્ષ અપાવવો. આ ભાવનાના ફળરૂપે ભરતક્ષત્રમાં વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામી તથા એકવીસમાં તીર્થંકર શ્રી નેમીનાથજીના પ્રાગટ્ય કાળની વચ્ચે, અયોધ્યામાં રાજા દશરથના શશનકાળ દરમ્યાન તથા રામચંદ્રજીના જન્મપૂર્વે શ્રી સીમંધર સ્વામીએ મહાભિનિષ્ક્રમણ ઉદયયોગે ફાગણ સુદ ત્રીજના દિવસેદીક્ષા અંગીકાર કરી. દીક્ષા અંગીકાર કરતાંજ તેમણે ચોથુ મનઃપર્યવ જ્ઞાન લીધુ. દોષકર્મોની નિર્જરા થતાં હજીર વર્ષના છદ્મસ્થસ્થકાળ પછી બાકીના ચાર ઘાતી કર્મોનોક્ષય કરીને ચૈત્ર સુદી તેરસના દિવસે ભગવાન કેવળજ્ઞાની અને કેવળદર્શની પૂર્ણ પદની પ્રાપ્તિ થતાં પ્રભુ કરોડો લોકોના તારક બન્યા. એ પછી તુરંતજ તેમને ચતુર્વિધિ સંઘ એટલે કે સાધુ, સાધ્વી , શ્રાવક તથા શ્રાવીકાઓના સંઘની સ્થાપના કરી. કલ્યાણજ્ઞાન યજ્ઞની પ્રવૃત્તિ પૂરા જોશથી આગળ વધવા લાગી. એમના દર્શન માત્રથી જ જીવો મોક્ષમાર્ગી બનવા લાગ્યા. આટલું જ નહિ, સમ્યકદર્શની તથા કેવળ દર્શની પણ બન્યા! આવા સમર્થ પુરુષને કોટિ કોટિ વંદન કરી તેમના દર્શનની જ કામના દિનરાત કર્યા કરીએ.

આવતી ચોવીસીના આઠમા તીર્થંકર શ્રી ઉદયસ્વામીના નિર્વાણ પછી તેમ જ નવમાં તીર્થંકર શ્રી પેઢાળસ્વામીના જન્મ પૂર્વે શ્રી સીમંધર સ્વામી તથા અન્ય ઓગણીસ વિહારમાન તીર્થંકર ભગવંતો શ્રાવણ સુદી 3ના અલૌકિક દિવસે 84 લાખ પૂર્વનું આયુષ્ય પૂરું કરી નિર્વાણ પદને પામશે.

મહાવિદેહ ક્ષેત્રમાં જન્મની તૈયારીઓ

ભરત ક્ષેત્રના પુણ્યાત્માઓ આ ભવમાં એવા સ્વભાવમાં આવી જાય કે ચોથા આરાના જીવો જેવાજ થઈ જાય. કળિયુગ ખૂબજ આગળ વધી ગયો છતાં ય ઘરમાં તથા બહાર સર્વત્ર સતયુગનું વાતાવરણ સર્જે. અહીં, આ ક્ષેત્રના જીવોના ઋણાનુબંધ "સમભાવે નિકાલ" કરી પૂર્ણ કરે, ક્યાય વેર ના બાંધે તો તે અવશ્ય શ્રી સીમંધર સ્વામીનાં સુરણોમાં સ્થિત થવાને લાયક થયો ગણાય. રાત દિવસ શ્રી સીમંધર સ્વામીનું સ્મરણ રહ્યા કરે અને સ્વપ્નો પણ પ્રભુના આવવા માંડે. અરે, એકાદ વખત પણ જો સ્વપ્નમાં પ્રભુના દર્શન થઈ જાય તો પ્રભુ તેનો હાથ પકડી લે. ચિત્તની નિર્મળતા તથા પ્રભુ પ્રત્યેની લગની મુમુક્ષુને અવશ્ય આ સ્થિતિએ પહોંચાડી દે તેમ છે.

શ્રી સીમંધર સ્વામી પ્રભુના કલ્યાણ યજ્ઞના નિમિત્તોમાં ચોર્યાસી ગણધરો, દસ લાખ કેવળજ્ઞાની મહારાજાઓ, સો કરોડ સાધુઓ, સો કરોડ સાધ્વીજીઓ, નવસો કરોડ શ્રાવકો અને નવસો કરોડ શ્રાવિકાઓ છે. તેઓશ્રીના શાસક રક્ષકોમાં યક્ષદેવ શ્રી ચાંદ્રાયણદેવ તથા યક્ષીણીદેવી શ્રી પાંચાંગુલુદેવી છે.

 
     
  bottom meet  
કોપીરાઈટ 2006 . અદભુત પ્રભુ /ભગવાન-સીમંધર સ્વામી